Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : મોસાલી નાની નરોલી માર્ગ પર શાહ ગામ પાસે એકટીવા ચાલકને બાઈક ચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા નાની નરોલી માર્ગ પર જુના શાહ ગામના પાટિયા પાસે આવેલ વળાંકમાં એકટીવા ચાલકને સામેથી આવી રહેલા બાઈક ચાલકે અડફેટે લેતા કરૂણ મોત નિપજયું હતું. અજાણ્યો બાઈક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતાં તેના વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

નાની નરોલી ગામના જાડા ફળિયામાં રહેતા સઇદ ઈબ્રાહીમ મલેક ઈ.વ.52 પોતાની એકટીવા લઈને સાંજે 5:00 કલાકે નાની નરોલીથી મોસાલી ગામે આવવા નીકળ્યા હતા. ત્યારે જુના શાહ ગામ પાસે સામેથી આવી રહેલા બાઈક ચાલકે તેમને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.આ સમયે અજાણ્યો બાઇક ચાલક ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તને તડકેશ્વરની શિફા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેમનું કરૂણ મોત નિપજયું હતું. આ ઘટનાના સંદર્ભમાં તેમના કુટુંબીક ભાઈ મહેબૂબ ઈસ્માઈલ મલેક દ્વારા અકસ્માત સર્જીને ભાગી ગયેલ અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

લીંબડીમાં જળ જીલણી અગિયારસ નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે પી.એસ.આઇ પાઠક સહિત નિર્ભયા સ્કવોર્ડને પ્રમાણપત્ર આપી કર્યું સન્માન.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં કિનારે સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ચાલતી તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!