Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળમા મોટા બોબાત સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે.

Share

માંગરોળ તાલુકા મથક ખાતે મોટા બોબાત સ્પોર્ટ ગ્રાઉન્ડ પર સુપર ફાસ્ટ બોલરો શોધવાનો એક દિવસીય પ્રોગ્રામ રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે. માંગરોળના ઇસ્માઇલ બોબાત ( રાજા) એ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે જેનો લાભ વિસ્તાર તથા સાઉથ ગુજરાતના બોલરોને થશે. જે અંતર્ગત આદિત્ય બિરલા કેપિટલના સહયોગથી બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત રફતાર કી ખોજ અંતર્ગત એક ફાસ્ટ બોલર ટેલેન્ટ હંટ નો એક કાર્યક્રમ મોટા મિયા માંગરોલના મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર અગામી તારીખ તા.૦૨/૦૬/૨૦૨૨ના સવારના ૮:૦૦ વાગ્યાથી શરૂ થશે. આ પ્રોગ્રામ ફક્ત એક દિવસનો રહેશે. ઉપરોક્ત કાર્યક્રમ ઈખર એક્સપ્રેસ મુનાફ પટેલના અથાક પ્રયત્નોથી સંભવ થયો છે. જેમાં ફાસ્ટ બોલેરો માટે બરોડા ક્રિકેટ એસોસિયેશન જોડે જોડાવાની ઉત્તમ તક મળશે મુનાફ પટેલ સાથે બરોડાના સી.ઈ. ઓ અને મુંબઈ રણજી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શિશિર હતંગડી બરોડાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરો પણ માંગરોળ ખાતે હાજર રહેશે. ઉપરોક્ત કેમ્પમાં સીલેક્ટ થયેલ બોલરોને બરોડા ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ કેમ્પમાં મુકવામાં આવશે અને તેઓને ફ્રી આધુનિક તાલીમ આપવામાં આવશે.

દરેક બોલરે વ્હાઈટ ડ્રેસમાં આવાનું રહશે. દરેક બોલરે તા.૦૨/૦૬/૨૦૨૨ ના મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ મોટામિયા માંગરોલ ખાતે સમયસર સવારે ૦૮:૦૦ વાગે ફૂલ વ્હાઈટ ડ્રેસમાં પહોંચવાનું રહશે. આ ફાસ્ટ બોલર શોધમાં ફક્ત સુરત અને ભરૂચ જિલ્લા તાલુકાના ગામોના બોલરો એ ભાગ લેવાનો રહેશે. 19 થી 21 વર્ષવાળા બોલરોએ એ સવારે આઠ કલાકે અને 16 થી 18 વર્ષવાળા બોલરોએ સવારે (10) દસ કલાકે અવશ્ય હાજર રહેવું, સાથે આધારકાર્ડ જન્મના દાખલાની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો માટે રાહત, ભાડામાં 25% જેટલો ઘટાડો થશે

ProudOfGujarat

સુરત : માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ ડાયમંડમાં એલ.આઈ.સી ગોલ્ડન જુબેલી ફાઉન્ડેશન દ્વારા ટાટા વિન્ગર એમ્બ્યુલસ દાન કરાઈ

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના નાંદ ગામ ખાતે શેરડી ના ખેતર માં આગ …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!