માંડવી તાલુકાના તડકેશ્વર ગામે કાર્યરત શીફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દર્દીએ ખરીદેલ ટેબલેટમાંથી વાળ નીકળતા દર્દીએ માનવ જીવન સાથે ચેડા કરનાર દવા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર અને આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ન્યાયિક પગલાં ભરવાની માંગ કરી છે.
માંગરોળ તાલુકાના હરસણી ગામના દર્દી પરેશકુમાર હીરાભાઈ વસાવાને દાંતમાં દુખાવો થતાં તેઓ સારવાર માટે તડકેશ્વર ગામે આવેલ સીફા હોસ્પિટલમાં ગયા હતા ત્યાં તેમણે ફરજ પરના ડોક્ટર વસીક અહમદ પાસે નિદાન કરાવ્યું હતું ત્યારબાદ તેમણે યુવકને દવા લખી આપી હતી જેથી દર્દી પરેશકુમાર શીફા હોસ્પિટલના મેડિકલમાંથી દવા ટેબલેટ ખરીદ કરી હતી અને ત્યારબાદ તેઓ ઘરે આવી ગયા હતા અને LIKACE SP TAB નામની ટેબલેટ ખોલતા એક વાળ દેખાયો હતો જેથી તેઓ ચોંકી ઊઠયા હતા અને દવા કંપનીની બેદરકારી છતી થઇ હતી પોતાની સાથે આવી ઘટના બનતાં તેમણે માનવ જીવન સાથે ચેડા કરનાર દવા કંપની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ જેથી બીજીવાર આવી ઘટના નહીં બને તે માટે તેમણે કાર્યવાહી કરી છે જિલ્લા કલેકટર, રાજ્યના આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને તેમણે લેખિત ફરિયાદ કરી જવાબદારો દવા બનાવતી કંપની સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
દવા બનાવતી કંપની સરકારના નીતિ નિયમો મુજબ દવા બનાવતી વખતે તકેદારી રાખતી નથી અને નિયમોનું પાલન નહી કરી લોકોના આરોગ્ય સાથે કંપનીઓ ચેડા કરી રહી છે આ બાબતે દર્દી એ સ્થાનિક લેવલે માંડવી તાલુકાના મામલતદાર ને પણ ફરિયાદ કરી છે સાથે રાજ્યના આરોગ્ય મંત્રી સહિત આ વિભાગ સાથે લાગતા-વળગતા અધિકારીઓને લેખિત ફરિયાદ કરી અને કંપની વિરુદ્ધ ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી મારી માંગ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ