Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના નાંદોલા ગામની સીમમાં ટીટોડી એ ઈંડા મુક્યા.

Share

– ટીટોડીના ઈંડા આગામી વરસાદનો વરતારો, પ્રાચીન અવલોકન અને કોઠાશૂઝ ખુબ જ અગત્યની માહિતી.

માંગરોળ તાલુકાના નાંદોલા ગામમાં વસંત ગૌમાન ચૌધરીના ખેતર નજીક ટીટોડીએ ચાર ઈંડા મુક્યા. આ ટીટોડી નામનું પક્ષી ચોમાસા આગળ ચારથી વધુ ઈંડા મૂકે છે. ટીટોડીના ઈંડા પરથી વરસાદના વરતારાની આગાહી પહેલાના વડવાઓ કરતા હતા. આ વખતે ચાર ઈંડા મુક્યા છે તો ચારે દિશાઓમાં સારો વરસાદ પડશે એવુ માનવામાં આવે છે. આ અંગે ઇશનપુર ગામના વડીલ વસંતભાઈ વાણીયાભાઈ ચૌધરી એ જણાવ્યુ કે ટીટોડી એ ચાર ઈંડા મુક્યાં છે તો આ વર્ષે ચોમાસામાં મુશળઢાળ વરસાદ પડશે તેથી ખેડૂતોનું ધન્ધાન્ય ખૂબ પાકશે એમ જણાવ્યું હતું. આ વર્ષે ટીટોડીના ઈંડા સપાટ જમીન પર હોવાથી આ વર્ષે વરસાદ સારો વરસશે એમ માનવામાં આવી રહ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ પી.એચ.નાયીનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફના અભાવે ચૈતર વસાવાનો હલ્લાબોલ

ProudOfGujarat

વડોદરાના ગોરવા ઉંડેરા રોડ પર દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર પકડાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!