સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત તેમજ રમત – ગમત અધિકારીની કચેરી, તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીમડી જી.સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે ગત તા.23/05/2022 થી 24/05/2022 દરમિયાન ખેલમહાકુંભ અંતર્ગત ABV – 17 ભાઇઓની રાજયકક્ષાની ખો-ખો સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં વાંકલ હાઈસ્કૂલના દક્ષિણ ઝૉનની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી શાળાને રમત શ્રેત્રે નામના અપાવી, વધુમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ ઉત્તમ ટીમ ભાવના દાખવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. આ સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓમાં ૧. ભાવેશ ચૌધરી ધો.૧૨, ૨,નિકુંજ ચૌધરી ધો.૧૦, ૩.દર્શિત ચૌધરી ધો.૧૧, ૪.અર્પણ ચૌધરી ધો.૯, ૫.હિમાંશુ વસાવા ધો.૧૦, ૬, પ્રણય ચૌધરી ધો ૧૦, ૭, કાર્તિક વસાવા ધો.૯ આ તમામ બાળકો તેમજ તેમને માર્ગદર્શક પુરૂ પાડનાર શિક્ષકોને શાળાના આચાર્ય,સ્ટાફગણ તેમજ કેળવણી મંડળએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. તેમજ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
વાંકલ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના બાળકો એ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.
Advertisement