Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડાના વાડી ગામે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી એ ભ્રષ્ટાચાર આચરતા પીવાના પાણીની ટાંકી ફાટી.

Share

ઉમરપાડા તાલુકાના વાડી ગામના વાડી ફળિયામાં થોડા મહિનાઓ પહેલાં જ મુકવામાં આવેલ પાણીની ટાંકી અચાનક ફાટી જતા કામ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર સરકારી અધિકારીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.

15 મા નાણાપંચ સહિત વિવિધ યોજનાઓ હેઠળ ગામમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા સરકારી તંત્ર દ્વારા થોડા સમય પહેલાં જ વાડીગામના નગીનભાઈ કુમાભાઇ વસાવાના ઘર સામે પાણીની ટાંકી મૂકવામાં આવી હતી પરંતુ ગણતરીના મહિનાઓમાં જ હલકી કક્ષાના મટીરીયલવાળી પાણીની ટાંકી અચાનક ફાટી ગઈ હતી. આ ઘટના સવારના સમયે મહિલાઓ પાણી ભરી રહી હતી ત્યારે બની હતી જેથી એક તબક્કે પાણી ભરી રહેલી મહિલાઓમાં નાસભાગ મચી જવા પામી હતી, સદ્નનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. વાડી સહિતના સંખ્યાબંધ ગામોમાં પીવાના પાણીની યોજના હેઠળ આ જ પ્રમાણે હલકી કક્ષાનું મટીરીયલ વાપરી પીવાના પાણીની ટાંકી મૂકવામાં આવી છે ત્યારે સમગ્ર તાલુકામાં તપાસ કરવામાં આવે તો આવી જોખમી ટાંકીઓ મૂકવાના અનેક કિસ્સાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે કોન્ટ્રાક્ટરો અધિકારીઓની રહેમ નજર હેઠળ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ કામો તાલુકા કક્ષાએથી સીધા કરવામાં આવે છે જેથી સરકારી તંત્રના અધિકારી અને કામ રાખનાર એજન્સીની સીધી જવાબદારી આવે છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી ભ્રષ્ટાચાર આચરનારાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ બનાવ બનતા જ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા એ સ્થળ મુલાકાત લીધી હતી તેમણે તાલુકા વિકાસ અધિકારીને આ ઘટના સંદર્ભે ની જાણ કરી છે. કામ રાખનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગણી કરી હતી તેમજ ભર ઉનાળાના સમયે ફળિયા વાસીઓને તાત્કાલિક ધોરણે પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા :વાંકલ


Share

Related posts

ભરૂચ : તવરા ગામનાં રહેણાંક વિસ્તાર પાસેથી મહાકાય મગર ઝડપાયો.

ProudOfGujarat

વડોદરાના ભારતીય હેરોલ્ડ ડીસોઝાને ન્યુયોર્ક ખાતે “હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડ 2023 “થી સન્માનિત કરાયા

ProudOfGujarat

ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટમાં તીરગરસમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!