ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગુજરાત રાજ્યમાં જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા તથા અન્ય પ્રશ્નો ફિક્સ પગારની પ્રથા કરાર આધારિત ભરતી બંધ કરવી, સાતમા પગારપંચના અન્ય લાભો આપવા, પ્રાથમિક શિક્ષકની જેમ બીજા કર્મચારીઓને પણ સળંગ નોકરીનો લાભ આપવો તથા શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ૧૦, ૨૦ અને ૩૦ મુજબ ત્રણ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભો આપવા જેવા પ્રશ્નો સંદર્ભે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આદેશનુસાર રાજ્યના તમામ કર્મચારીઓ પોતાની માંગણીઓ સંદર્ભે આજે તા.૯/૫/૨૦૨૨ ના રોજ સેકટર-૬, ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક સુધી ધરણાં કરી રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ ધરણાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી અરવિંદ ભાઈ ચાવડા, નોપ્રુફ રાષ્ટ્રીય અધ્યક્ષ બિપિનસિંહ રાવત, દિનેશભાઈ ચૌધરી માધ્યમિક સંઘ પ્રમુખ ટીમ ઓપીએસ ભારતેન્દુ રાજગોર, ભરતભાઈ પટેલ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ અન્ય હોદેદારો આગેવાનો, ગુજરાત રાજ્યમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સહિત જુદા જુદા 72 મંડળના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ધરણામા સુરત જિલ્લા માંથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, બળવંત પટેલ, રીનાબેન, જિલ્લા સંઘના અન્ય હોદ્દેદારો સાથે 1000 પ્રાથમિક શિક્ષકો ધરણાના કાર્યક્રમમા જોડાયા છે જે ઉપરોક્ત તસ્વીરમા જોઈ શકાય છે. ઉપસ્થિત મહાનુભાવો એ જૂની પેન્શન યોજના શરૂ કરવા તેમજ અન્ય પ્રશ્નો બાબતે ધારદાર વક્તવ્ય રજુ કરેલ.
વિનોદ મૈસુરિયા : વાંકલ