લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ મે મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી ૨૫ મીએ અને તા.૨૬ મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૫ મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સુરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી, માંગરોળ તાલુકાના તથા પોલીસ અધિક્ષક, ચોર્યાસી તાલુકાના મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૫ મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સિટી તાલુકામાં નાયબ કલેકટર સિટી પ્રાંત, માંડવી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ), ઉમરપાડા તાલુકા ખાતે નાયબ કલેક્ટર માંડવી પ્રાંત, માંગરોળ તાલુકામાં નાયબ નિયામક સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) અડાજણ, ઓલપાડ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), બારડોલી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), કામરેજ તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી-સુરત, પલસાણા તાલુકામાં નાયબ ક્લેક્ટર કામરેજ પ્રાંત, ચોર્યાસી તાલુકામાં નાયબ ક્લેક્ટરઓલપાડ પ્રાંત, મહુવા તાલુકામાં નાયબ ક્લેક્ટર, બારડોલી પ્રાંત હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦ મી સુધીમાં તાલુકા કક્ષાએ મામલતદારને તાલુકા સ્વાગત કાર્યક્રમ એમ લખી તથા જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવાની રહેશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ