ડાંગથી શરૂ થયેલા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની મુલાકાત લઇ માંગરોળ તાલુકાના ૧૪ થી વધુ અસરગ્રસ્ત થનારા ગામો વિશે ચર્ચા કરી હતી. માંગરોળ તાલુકાના ગામો વેરાકુઈ આમખુટા વાંકલ બોરીયા ઝરણી રટોટી વડ સહિત ૧૪ જેટલા ગામો આ યોજનાથી અસરગ્રસ્ત થાય તેમ છે. સરકાર દ્વારા જે પરિપત્ર યોજના અંગે જાહેર કરાયો છે તેમાં માંગરોળ તાલુકાના ઉપરોક્ત ગામોના નામ હોવાથી વિરોધ શરૂ થયો. બીજી તરફ આદિવાસીઓ પાસે ઘણી ઓછી જમીન હોવાથી આદિવાસીઓ જમીન વિહોણા બને તેમ છે. વિકાસના નામે જે પ્રોજેક્ટો આવે છે એને આગળ કરીને જમીન પડાવી લેવાનું સરકારનુ ષડયંત્ર હોવાનુ આગેવાનો માની રહ્યા છે એનાથી આદિવાસી સમાજની ઓળખ એમની અસ્મિતા અને એમનું કલ્ચર ખતમ થઇ જશે. વિસ્થાપનના નામે આદિવાસીઓ વેરવિખેર થઈ જશે માટે ટ્રાયબલ બચાવો અભિયાન સમિત્તિ એ પાર તાપી નર્મદા રિવર લીન્કનો વિરોધ મજબૂતાઈથી કરવાનો આગેવાનોએ નિર્ણય કર્યો છે.તેવી રજૂઆત કોંગ્રેસના આગેવાનોએ માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત સમક્ષ કરી હતી અને યોજના બાબતે આપની પાસે શું જાણકારી છે તે જાણવા કોંગ્રેસના આગેવાનો એ પ્રયાસ કર્યો હતો.
પ્રતિનિધિ મંડળના આગેવાનો રમણ ચૌધરી, શામજી ચૌધરી, સુરેશ વસાવા, અનિલ ચૌધરી, બાબુ ચૌધરી, રૂપસિંગ ગામીત શાહબુદ્દીન મલેક, મનિષ વસાવા અકબર જમાદાર, મહંમદ જે.પી વગેરે આગેવાનોએ વધુમાં તાલુકા પંચાયતના પ્રમુખને જણાવ્યું કે જણાવ્યું કે તાપી નર્મદા પાર લિંકથી વિસ્થાપન નો પ્રશ્ન ઊભો થશે આદિવાસી વેરવિખેર થતા સમાજ લોકો સમાજથી વિખૂટા પડશે આગળ જે ડેમો બન્યા એમાં જે વિસ્થાપિત થયા એ લોકો ફરી પાછા મુખ્ય પ્રવાહમાં આવતા ત્રણ ચાર દાયકાનો સમય વીતી ગયો છે અને ફરી પાછો વિસ્થાપનો પ્રશ્ન આવશે તો આદિવાસીઓ બે-ત્રણ દાયકા પાછળ ધકેલાઈ જશે સરકાર વિસ્થાપન ના પ્રશ્નો અંગે જે પણ જવાબદારી અને ધારાધોરણ નક્કી કરે છે.એનું પાલન કરતી નથી ગરીબ આદિવાસી સમાજ ને બહુ મોટું નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થશે. રાજકીય પક્ષા પક્ષી થી દુર થઈ સમાજ બચાવવા આપણે સૌ સંગઠિત થઈ આ પ્રોજેક્ટ બંધ કરાવવા સહયોગ આપવા ટ્રાયબલ બચાવો સમિતિના આગેવાનોએ અપીલ કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ