Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝરણી ગામની સીમમાં ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

માંગરોળ તાલુકાના ઝરણી ગામની સીમમા ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મૂળ ઉમરપાડા તાલુકાના હલધરી બિલવણ ગામની કુંતાબેન મોતીરામભાઇ વસાવા ઉંમર વર્ષ 45 ઈટના ભઠ્ઠા પર ઝરણી ગામે મજૂરી કામ કરતી હતી. આ મહિલાએ ગત રાત્રિ દરમિયાન ઝરણી ગામની સીમમાં વાંકલ સરકારી કોલેજ પાછળ લીમડાના ઝાડની ડાળ સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બેકાબુ બનેલ ઇનોવા કાર વૃક્ષમાં ભટકાઇ : ૪ ને ઇજા એકનું મોત.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટા વાયરસની રસી અપાશે.

ProudOfGujarat

લીંબડી ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!