માંગરોળ તાલુકાના ઝંખવાવ, મોસાલી, નાની નરોલી, કોસાડી સહિત વિવિધ ગામોમાં રમજાન ઈદની મુસ્લિમ બિરાદરોએ આનંદ ઉત્સવ સાથે ઉજવણી કરી હતી.
માંગરોળ ગામે ફલાહ મસ્જિદમાં ઇદની નમાજ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી અને એકબીજાને ઇદની શુભકામનાઓ પાઠવી હતી. મોસાલી ચોકડી ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ અદા કરી હતી. ઝંખવાવ ગામે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ દેશ-દુનિયામાં શાંતિ સલામતી બની રહે કોમી એકતા અને ભાઇચારાનું વાતાવરણ રહે તે માટે પ્રાર્થના કરી હતી. તાલુકાના કોસાડી, ઝાખરડા, આંબાવાડી, આંકડોદ, વસરાવી, નાની નરોલી સહિતના સંખ્યાબંધ ગામોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી આનંદ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોને હિંદુ ભાઈઓએ ઇદની શુભકામનાઓ પાઠવી હતી, માંગરોળ પોલીસ દ્વારા સવારથી જ પોલીસ બંદોબસ્તનું આયોજન તાલુકામાં કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં ઇદના તહેવારની ઉજવણી થઇ હતી.
વિનોદ મૈસૂરિયા : વાંકલ