માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યાભવન જી.આઇ.પી.સી.એલ એકેડમીમાં આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રમજાન ઈદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં જ વિવિધતામાં એકતા લાવવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં દરેક ધર્મ પ્રત્યે સમાનતા જાળવી બંધુતાનો ભાવ વિકસાવવાનો છે. બાળકોમાં અખંડ ભારત અંતર્ગત બધા ધર્મોને સમાનતા આપી સમભાવ વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન શાળાના તીર્થ હાઉસ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રુપના સંચાલક શિક્ષકો દ્વારા બાળકોને કાર્યક્રમ અંતર્ગત સ્પીચ, ગીત અને ડાન્સ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા હિન્દી અને અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં ઈદના મહત્વ વિશે જણાવવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ઈદના પાવન અવસર પર એક ગીત પણ નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાયા હતા અને ઈદના પાવન અવસર પર એકબીજાને અભિનંદન પાઠવી બંધુત્વની ભાવના જાગૃત કરી હતી. ત્યારબાદ આચાર્યએ વર્ચુઅલ માધ્યમથી જોડાઈને પ્રાર્થના સભામાં દરેકને ઈદનું મહત્વ જણાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમને શાંતિની ભાવના જાગૃત કરી બંધુત્વ વિકસાવવા પ્રોત્સાહન આપ્યું હતું તથા દરેક ધર્મ પ્રત્યે સમાનતા અને સદભાવના જાળવવા જણાવ્યું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ