Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી મિલકત તેમજ ખાનગી મિલકતમાં કમળ છાપનું જાહેરાત ચિત્ર દૂર કરવા ઉમરપાડા કોંગ્રેસ પક્ષનો વિરોધ.

Share

હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં આવતા તમામ ગામોમાં હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી મિલકત તેમજ ખાનગી મિલકત ભારતીય જનતા પાર્ટીનું કમળ સાપનું નિશાન દરેક ઘરે જાહેર મિલકત ઉપર અને સરકારી મિલકત ઉપર ભિત ચિત્રો દોરવામાં આવ્યા છે.

જે સ્પષ્ટ રીતે માંગરોળ એસટી વિધાનસભા મતવિસ્તારમાં બુથ નંબર સાથે બસ સ્ટેન્ડ અને પાણીની ટાંકી ઉપર છાપેલા છે. તે પ્રજાને ગુમરાહ કરવા માટેની આ એક ષડયંત્ર છે અને પક્ષનો પ્રચાર કરવાનું અને સ્પષ્ટ હેતુ છે. તો આવા બેનરો ચિત્રો કમળ છાપના ચિન્હો તાત્કાલિક દૂર કરાવવા ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી આજે વિરોધ કરીને મામલતદારને આવેદનપત્ર આપીને કલેકટરને સંબોધીને એક આવેદન પત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, જગતસિંહ, રામસિંહભાઈ, નટવરસિંહ, હીરાલાલભાઈ, કૌશિકભાઈ, હિતેશપટેલ, સેન, ધારાસિગ વગેરે કાર્યકરો હાજર રહી આવેદન પત્ર આપ્યો હતો.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડીયા : બાવાગોર દરગાહમાં જુના ટ્રસ્ટીઓને હટાવીને નિમાયેલ વહિવટદારની નિમણૂક રદ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપલા : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!