Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોટામિયા માંગરોલની ગાદીના સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો.

Share

સુરત જિલ્લાની મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીપર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) નો વાર્ષિક ઉર્સ પાલેજ મુકામે 27 મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવેલ હતો. મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુંદ્દીન ચિશ્તીની હાજરીમાં દરગાહ શરીફમા સંદલ શરીફની રસમ (વિધિ ) કરવામાં આવી હતી. જયાં પીર મોઇનુદ્દીન ચિશ્તી, પીર ડૉ મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી તેમજ કુટુંબજનો હાજર રહ્યા હતા.

હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) પછી, હિઝ હોલાનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયાં ચિશ્તી ગાદી પર આવ્યા, ત્યારબાદ વંશ પરંપરાગત ચાલતી આવેલ વિશેષ પરંપરા, અલૌકિક આજ્ઞા અને અસામાન્ય રુહાનિ ઇલ્હામ મુજબ વર્ષ 1957માં હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) સૌની વિશેષ હાજરીમાં વિધિવત્ રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા. તેઓ કહેતા કે ધર્મ નહીં ધર્મની અજ્ઞાનતા વિવાદો કે ઝઘડાઓ કરાવે છે. કોઇપણ ધર્મ પ્રેમ અને માનવતાનો જ સંદેશ આપે છે, દરેકે એકબીજાની આસ્થાને માન આપવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, આપે સમગ્ર જીવન શિક્ષણનો સંદેશ આપ્યો હોય આપના નામથી એચએચએમસી એડ્યુ કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની એચએચએફએમસી પબ્લીક સ્કૂલ પણ શરુ કરવામાં આવી છે.

Advertisement

આપે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાધરોની સેવામાં પસાર કરી, ગાદીના માનવીય સિદ્ધાંતો, માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો, આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતા હતા. આપના પુત્ર – જાનશીન અને મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા દેશમા કોમી એકતા જાણવાય રહે, અમન, ભાઈચારો, શાંતિ બની રહે તે માટે આ પવિત્ર દિવસે ખાસ દુઆ કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડીયા : ગોવાલી ગામે ફાર્મ હાઉસના માલિકને માર મારી ધમકી આપતા ત્રણ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચમાં જળસંકટના ભણકારા, પાણીકાપ ઝીંકી સમસ્યા સામે લાંબો સમય લડવા પાલિકાનો પ્રયાસ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!