માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને વીસ ગામના સરપંચોએ GIPCL કંપની પાસે કોરોના વાયરસની મહામારી સમયે કંપની અસરગ્રસ્ત ગામોના લોકોનો અનાજ કીટ અને જરૂરી સામાન આપવાની માંગ કંપનીના જવાબદારો સમક્ષ કરી છે.નાની નરોલી ગામે GIPCL કંપની કાર્યરત છે, જેનાથી તાલુકાના વીસથી વધુ ગામો અસરગ્રસ્ત બન્યા છે ત્યારે હાલમાં વિશ્વ વ્યાપી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આવા કપરા સંજોગોમાં ગરીબ જરૂરિયાત મંદ લોકોને મદદ કરવા અન્ય નાની મોટી સંસ્થાઓ દાનવીરો આગળ આવી રહ્યા છે. ત્યારે આ કંપનીમાં જમીન ગુમાવનાર ખેડૂત-ખેતમજુર અસરગ્રસ્ત લોકો માટે કંપની તરફથી કોઇપણ જાતની મદદ ન મળતા માંગરોળ-મોસાલી સહિત વીસ જેટલા ગામના સરપંચોએ કંપની પાસે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની લેખિત માંગણી મુકી છે. આ માંગણીઓને વાંચા આપવાનુ કામ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો એ કર્યું છે. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામજીભાઇ ચૌધરી, માજી ધારાસભ્ય રમણભાઇ ચૌધરી, બાબુભાઇ ચૌધરી, રૂપસીંગ ગામિત, પ્રકાશ ગામિત, શાહુબુદ્દીન મલેકસહિતના આગેવાનો, સરપંચોની લેખિત માંગણીઓ સાથે લઇ GIPCL કંપનીના અધિકારીને લેખિત આવેદન સુપ્રત કરી રજુઆત કરવા કંપની ખાતે ગયા હતા. આ સમયે કંપનીના અધિકારીઓએ ગંભિર બેદરકારી દાખવી હતી. એક કલાક સુધી કોંગ્રેસના આગેવાનો ગેટ ઉપર બેસી રહ્યા હતા અને મુલાકાત પણ ના આપી હતી. માત્ર એક કામદાર આગેવાનને ગેટ બહાર મોકલી કોંગ્રેસના આગેવાનોની લેખિત રજુઆત અને સરપંચોની લેખિત રજુઆત લઇ લીધી હતી જેથી કોંગ્રેસના આગેવાનો પણ કંપનીના આ વર્તનથી અપમાનીત થયા હતા. જેથી આ આગેવાનો સીધા માંગરોળના મામલતદાર પાસે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી કંપનીના જવાબદારો સુધી રજુઆત પહોંચાડવા માંગ કરી હતી.
માંગરોળ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો અને વીસ ગામનાં સરપંચોએ GIPCL કંપની પાસે મહામારી સમયે અસરગ્રસ્ત લોકોને અનાજ કીટ આપવા માંગ કરી.
Advertisement