માંગરોળ તાલુકાના વાંકલ ગામે આજે ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિ દ્વારા તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધમાં આંદોલનની તૈયારીના ભાગરૂપે એક કાર્યકર્તા આગેવાનોની બેઠક યોજાય.
ટ્રાયબલ બચાવો અભિયાન સમિત્તિના કન્વીનર રમણભાઈ ચૌધરી તેમજ સહ કન્વીનર સુરેશભાઈ વસાવાની આગેવાની હેઠળ તા.27 ના રોજ વાંકલ વિશ્રામ ગૃહ ખાતે બપોરે 12:30 કલાકે કાર્યકરોની બેઠક યોજાય હતી. જેમાં સરકાર દ્વારા તાપી પાર રીવર લીંક યોજનાને મંજૂરી આપવામાં આવી છે જેથી આવનારા સમયમાં તેની અસર માંગરોળ તાલુકાને પણ થાય તેમ છે. તાલુકાના રટોટી,વેરાકુઈ, વાંકલ ઝરણી, વેરાવી, પાતલદેવી, નાંદોલા, ઇસનપુર, વડ, કેવડી કુંડ,બોરીયા, સહિતના ગામના લોકો વિસ્થાપિત બને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી આ યોજનાનો અમલ બંધ કરવા માટે લડત આંદોલન કરવાના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન અને વિસ્થાપિત લોકોના સવાલો હજુ પણ ઊભા છે ત્યારે આ મુદ્દે પણ એક લડતનું આયોજન કરવા માટે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એક જૂથ થઈ લડત લડવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે શામજી ચૌધરી, પ્રકાશ ગામીત, શાહબુદીન મલેક, મોહન કટારીયા, ગૌતમીબેન વસાવા, રૂપસિંગ ગામીત તેમજ આજુબાજુ ગામના લોકો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ