Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયા પોલીસ સ્ટેશનના ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને માંગરોળ પોલીસે ઝડપી પાડયો.

Share

વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપી અબુબકર ઉર્ફે સુલેમાન મમજીને માંગરોળ પોલીસે બાતમીને આધારે કોસાડી ગામેથી ઝડપી પાડયો હતો.

ગૌવંશ સહિતના વિવિધ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયી એ કાર્યવાહી કરતા તેઓને બાતમી મળી હતી કે વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગોવંશના ગુનાનો વોન્ટેડ આરોપી અબુ બકકર ઉર્ફે સુલેમાન મમજી પોતાના કોસાડી ગામના નિવાસ્થાને હાજર હોવાની બાતમી મળતા પો.કો.મિતેશભાઇ છાકાભાઈ,પો.કો. કિરણભાઈ રાજેન્દ્રભાઈ,પો.કો. કલ્પેશભાઈ જેસીંગભાઇ,પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈ, વગેરેની ટીમે કોસાડી ગામે તપાસ કરતા આરોપી અબુ બકર ઉર્ફે સુલેમાન મમજી તેના ઘરમાંથી ઝડપાઈ ગયો હતો પોલીસની પૂછપરછમાં તેણે વાલિયા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ગોવંશનો ગુનો નોંધાયાની કબુલાત કરી હતી આરોપી વિરુદ્ધ અગાઉ માંગરોળ પોલીસ મથકમાં ગોવંશના ગુના નોંધાયા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાનું નિધન : એક્ટરે ઇમોશનલ પોસ્ટ શૅર કરી.

ProudOfGujarat

ભરૂચ : આમોદના સરભાણ ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

ગોંડલ: નગરપાલિકાની કમિટીની મુદત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ સર્વેસર્વાં બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!