Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળમાં બાઈક ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

Share

માંગરોળ તાલુકામાં વર્ષ ૨૦૧૧ માં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને 10 વર્ષ બાદ એલસીબીની ટીમે ઝડપી પાડી માંગરોળ પોલીસને હવાલે કર્યો છે. મૂળ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના નવાપુર તાલુકાના તારાપુર ગામનો વિશ્વાસભાઈ અમરસિંગ વડવી વતની છે અને હાલ સુરત ભેસ્તાન ચાર રસ્તા વૃંદાવન સોસાયટી ખાતે રહે છે. આરોપી એ વર્ષ ૨૦૧૧ માં માંગરોળમાં બાઈક ચોરી કરતા તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા દસ વર્ષથી આરોપી ભાગતો ફરતો હતો જેને એલ સી બી ની ટીમે તાજેતરમાં ઝડપી પાડી માંગરોળ પોલીસને હવાલે કર્યો છે. આરોપીએ સુરત સીટી અને જિલ્લામાં તેમજ તાપી નવસારી વગેરે જિલ્લામાં ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. હાલ આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વલસાડ તંત્રમાં અંધાપો : વલસાડ જિલ્લાના પાતલીયા ચેકપોસ્ટ પર રસ્તો બિસ્માર હાલતમાં…

ProudOfGujarat

અંકલેશ્વર : ચૌટાનાકા પાસે બે બાઈક અથડાતાં બંને બાઇક સવારો ગંભીર રીતે ઘવાયા.

ProudOfGujarat

ખેડા : કલેકટર કચેરી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતગર્ત મિટિંગ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!