માંગરોળ તાલુકાના કોસાડી ગામની મહિલાના પતિએ વેચેલી ગાડીના લોન હપ્તા ખરીદનારે નહીં ભરતા આ બાબતે પૂછપરછ કરતી મહિલાને અન્ય ચાર જેટલા ઈસમોએ વાળ અને હાથ પકડી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ચાર ઈસમો વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કોસાડી ગામના 42 ગાળા ફળિયામાં રહેતી અપ્સા ફૈઝલ મમજીના પતિએ પોતાની માલિકીની પીકઅપ ગાડી G.J. 23.Y 3371 સુરતના સલીમભાઈને વેચાણથી આપી હતી અને ગાડીના બાકી લોન હપ્તા ખરીદનારે ભરવાના રહેશે તેવું નક્કી કરી લખાણ કરવામાં આવ્યું હતું છતાં ખરીદનાર ગાડીના બાકી લોન હપ્તા નહીં ભરતા હોવાની વાતની જાણ વેચનારને થઈ હતી જેથી ગતરોજ ઉપરોક્ત નંબરની વેચાણ કરેલ પીકઅપ ગાડી કોસાડી ગામના મોહંમદભાઈના ઘરેથી નીકળી છે તેવી જાણ થતાં ગાડી વેચાણ આપનાર ફૈજલ મમજીની પત્ની અપ્સા ચેક કરવા નીકળી હતી ત્યારે સઇદભાઈ કાજીના ઘર સામેના રસ્તા પર ગાડી તેમણે ઊભી રખાવી હતી અને પૂછપરછ કરતા હતા ત્યારે કોસાડી ગામના મહંમદ યાસીન સુર્યા લાકડી લઈને દોડી આવી મહિલાને માર મારવા લાગ્યો હતો આ સમયે અન્ય ઇસમો ઇમરાન હાસીન મમજી ઉર્ફે સુર્યા હાથમાં છરી લઈને દોડી આવ્યો હતો તેમજ યાસ્મીન મહમદ સુર્યા એ આવી મહિલાના વાળ પકડી લઈ ખેંચી નાખી હતી. જ્યારે ઓસામા સઇદ કાજી એ મહિલાના બન્ને હાથ પકડી રાખ્યા હતા અને તમામે ભેગા મળી મહિલાને ઢોર માર માર્યો હતો. આ સમયે મહિલાએ બૂમાબૂમ કરતા અન્ય લોકો મદદે દોડી આવી મહિલાને છોડાવી હતી ત્યારે આ ઈસમોએ ગંદી નાયક ગાળો આપી મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે મહિલાએ ગળામાં પહેરેલ ચેન ક્યાંક ઝપાઝપીમાં પડી ગઈ હતી. મહિલા એ માંગરોળ ખાતે સરકારી દવાખાનામાં સારવાર લીધી હતી અને તમામ ચાર આરોપીઓ વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ