Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયો.

Share

માંગરોળ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આરોગ્ય મેળાનો ૬૫૭ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપરોક્ત આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચૌધરી 80 જેટલા આરોગ્ય કર્મચારીઓના સ્ટાફ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામૂલ્યે તપાસ, વિનામૂલ્યે દવાઓ, આયુષ્યમાન ભારત કાર્ડ, ડાયાબિટીસ, હાઈ બી.પી, મોઢાનું કેન્સર, આંખ, કાન, નાક સહિત ગાયનેક વિભાગનાં તજજ્ઞો દ્વારા સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હેલ્થ મેળાનો લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે નર્મદા મહાઆરતી વેબસાઇટનું મુખ્યમંત્રીએ કર્યુ ઇ-લોકાર્પણ.

ProudOfGujarat

પંચમહાલ : આર્મી ભરતી પ્રક્રિયામાં યુવાનોની વય મર્યાદામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!