માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ મામલતદાર ઓફિસ ખાતે રૂપિયા 1,54,000 ના વિવિધ સહાય યોજનાના હુકમોનું વિતરણ સુરત જીલ્લા મહામંત્રી દિપક વસાવાના હસ્તે કરવામાં આવ્યું.
માંગરોળ તાલુકા મથકે સુરત જિલ્લા મહામંત્રી દિપક વસાવાના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમણે જણાવ્યું હતુ કે સરકારની વિવિધ યોજનાનો લાભ નાનામાં નાની વ્યક્તિઓએ મળવો જોઈએ. દરેક વ્યક્તિ એ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. તેમાં કુલ 776 જેટલી વ્યક્તિઓએ લાભ લીધો હતો. વિવિધ યોજનાઓ જેવી કે નિરાધાર વૃદ્ધ સહાય માટે- 17, ઇન્દિરા વૃદ્ધ પેન્શનના 37 જેટલી વ્યક્તિઓ ગંગાસ્વરૂપ (વિધવા) સહાયમના 72 જેટલાં હુકમો પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. એન એસ એફ ના 347 જેટલાં હુકમ પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સુરત જીલ્લાના દંડક દિનેશ સુરતી, દિપક વસાવા, અઘ્યક્ષ મહાવીરસિંહ, ઉપપ્રમુખ ભરત પટેલ, મામલતદાર મનીષ પટેલ તેમજ સ્ટાફગણ હાજર રહ્યો. માંગરોળ તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્મનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ