વાંકલ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે મહામારીના સમયે એક વિદ્યાર્થી દીઠ 500 ગ્રામ ઘઉં અને 500 ગ્રામ ચોખાની ફાળવણી સાથે માત્ર રુ 49 આપી ક્રુર મજાક કરતાં વિદ્યાર્થીઓ આ અનાજ લેવા આવતા પણ શરમાય રહ્યા છે. કોરોના વાયરસની મહામારીના કારણે શાળાઓ બંધ છે જેથી મધ્યાહન ભોજન યોજનાનો લાભ વિદ્યાર્થીઓને અનાજ આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓ માટે પ્રતિદિન માત્ર 50 ગ્રામ ઘઉં અને 50 ગ્રામ ચોખાની ફાળવણી કરવામાં આવી છે. જેથી આ વિદ્યાર્થીઓને હાલ શાળામાંથી દશ દિવસનું અનાજ 500 ગ્રામ ચોખા અને 500 ગ્રામ ઘઉં આપવામાં આવી રહ્યા છે. જયારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને 75 ગ્રામ ચોખા અને 75 ગ્રામ ઘઉં એમ દશ દિવસના 750 ગ્રામ ચોખા અને 750 ગ્રામ ઘઉં આપવામાં આવી રહ્યા છે. જયારે આ વિદ્યાર્થીઓને બેંક ખાતામાં 76 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં નાના વિદ્યાર્થીઓ અને વાલીઓ અનાજ લેવા મજબુર બનેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. હાલમાં કોરોના વાયરસની મહામારીના સમયે ખરેખર સરકારે વધુ પ્રમાણમાં અનાજની ફાળવણી કરવી જોઈએ. તેવી માંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા છે. 500 ગ્રામ ચોખા અને 500 ગ્રામ ઘઉંની ફાળવણી મજાક મશ્કરી સમાન બની છે અને વધુમાં અનાજ આપવાની પ્રક્રિયામાં શિક્ષકોને પણ પત્રક બનાવવાની કામગીરી વધી ગઈ છે.
વાંકલ : સરકારી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે દશ દિવસનાં 500 ગ્રામ ઘઉં અને 500 ગ્રામ ચોખાની ફાળવણી કરી મહામારી સમયે વિદ્યાર્થીઓની ક્રુર મજાક ઘઉં અને ચોખા લેવા આવતા મજબુર વિદ્યાર્થીઓ અને વાલીઓ શરમાય રહ્યા છે.
Advertisement