માંગરોળ તાલુકાના વકીલપરા ગામ નજીક પોલીસે પીછો કરી કતલખાને લઇ જવાતા પશુ ભરેલા ટેમ્પા સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને બાતમી મળી હતી વકીલપરા ગામ નજીકથી પશુઓની કતલ કરવા માટે ટેમ્પામાં ભરી કેટલાક ઇસમો લઈ ને જનાર છે જેના આધાર તેમની સૂચનાથી પોલીસ કર્મચારીઓ પ્રજ્ઞેશભાઈ અરવિંદભાઈ, અમૃતભાઈ ધનજીભાઈ, સહિતની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી અનુસાર પીકઅપ ટેમ્પો વકીલપરા ગામ નજીક આવતા પોલીસે વાહન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીએ વાહન પુરપાટ ભગાડવાની કોશિશ કરી હતી જેનો પીછો કરી આખરે પોલીસે વાહન ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પામાં અત્યંત ટૂંકા દોરડા વડે ઘાસચારા પાણીની વ્યવસ્થા વિના છ જેટલા પાડા અને એક ભેંસ મળી કુલ સાત પશુઓ ટેમ્પામાંથી મળી આવ્યા હતા. જેની કિંમત રૂ 70,000 અને મોબાઇલ વાહન મળી કુલ 3,77,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે ટેમ્પાનો ચાલક અને કેબિનમાં બેઠેલા અન્ય મળી કુલ ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. તેઓનું નામ પુછતા ફરીદ હુસેન મુલતાની, બિલાલ નાસીર મુલતાની, જુનેદ યુસુફ મુલતાની, તમામ રહે. ઝંખવાવ ગામ મુલતાની ફળિયું તાલુકો માંગરોળના વતની હોવાનું જણાવ્યું હતું વધુમાં આરોપીએ જણાવ્યું કે ઉપરોક્ત પશુઓ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સીલુડી ગામનો યુસુફ ઉર્ફે ગોરા મોહમ્મદ બાવા દ્વારા કતલ કરવા માટે મંગાવવામાં આવ્યા હતા. પોલીસે તેઓ વિરુદ્ધમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસર ગુનો નોંધી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ