Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામના મુખ્ય માર્ગ પર સ્વામિનારાયણ મંદિર નજીક બાઈક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકોનો ચમત્કારિક બચાવ થયો છે.

માંડવી તાલુકાના ઉટેવા ગામના ત્રણ યુવકો ક્રિષ્નલ મુન્નાભાઈ ચૌધરી, નીરવ સુનિલભાઈ ચૌધરી, અને ભાવિન ધનસુખભાઈ ચૌધરી, પલ્સર બાઈક લઈને વાંકલ ગામે આવ્યા હતા અને આ ત્રણેય યુવકો વાંકલ બજારથી રાત્રે 08:00 કલાકે પેટ્રોલ પંપ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ યુવકોની બાઈક મોસાલી તરફથી આવી રહેલા એક ટ્રક ડમ્પરની નીચે ઘુસી ગયા હતા બાઈક પર વચ્ચે બેઠેલા ક્રિષ્નલ મુન્નાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 20 નુ ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું જ્યારે નીરવ સુનિલભાઈ ચૌધરી અને ભાવિન ધનસુખભાઈ ચૌધરીનો એકદમ ઓછી ઇજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને થતાં તેઓ સ્ટાફ સાથે અકસ્માતના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઇજા પામેલા યુવાનોને સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી તેમજ અકસ્માત ગ્રસ્ત વાહન મરણજનાર યુવક ની લાશનો કબજો લઇ કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વડોદરામાં ટીમ રિવોલ્યુશનનો પેટ્રોલમાં ભાવ વધારાને લઇ અનોખો વિરોધ : BJP કાર્યકરો સહિત લોકોની લાઇનો લાગી.

ProudOfGujarat

અંકલેશ્વર પીરામણ બ્રિજ પાસે રેલવેની લાઈનનો ઓવરહેડ કેબલ તૂટતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો.

ProudOfGujarat

ગોધરા : મધ્યમવર્ગને સરકાર આર્થિક મદદ કરે તેવી આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!