માંગરોળ મોસાલીમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આનંદ ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ તેરસનો દિવસ ભારતભરમાં અને વિશ્વમાં જૈનોના અંતિમ ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ દિવસ તરીકે ઉજવાય છે. અહિંસા અને કરુણાનો સંદેશ સમગ્ર વિશ્વને આપનારા મહાવીરે ભક્ત જૈન ધર્મના નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઉપકારી છે.
માંગરોળ મોસાલી ખાતે ભગવાનની રથયાત્રા જૈન સાધ્વીજી ભગવાનની નિશ્રામાં મોસાલીથી નીકળી હતી જેમાં સંઘના દરેક સભ્યો જોડાયા હતા. સાધ્વીજી મહારાજ સાહેબનું પ્રવચન બાદ દેરાસરમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનનું પારણું સકળ સંઘ એ ભેગા થઈ ઝુલાવ્યું હતું. જીવમાત્ર પર કરુણા રાખનાર ભગવાન મહાવીરનો સંદેશ ઘર ઘર પહોંચે અને વિશ્વ મહામારી અને ભયથી બહાર આવે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ