માંગરોળ તાલુકાના આમનડેરા ગામે રાત્રી દરમિયાન પોલીસે રેડ કરી ગાયોની કતલ કરી ગૌમાંસનુ વેચાણ કરનાર ચાર ઇસમોને પોલીસે 180 કિલો ગૌમાંસ એક જીવતો વાછરડો કતલ કરવાના સાધનો સાથે કુલ ₹. 25,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે જ્યારે ગાયની કતલ કરવાના મુખ્ય ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને બાતમી મળી હતી કે આમનડેરા ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેર પર ઉસ્માન કરીમ પઠાણ નામનો ઇસમ ગાયોની કતલ કરી ગૌમાંસ નું વેચાણ કરે છે જેને આધારે પોલીસ પો.કો.અમૃતભાઈ ધનજીભાઈ,હે.કો. યોગેશભાઈ બાલુભાઇ, મિતેશભાઇ છાકાભાઈ, પો.કો.મેલાભાઈ સાગરભાઇ, જીગરભાઈ કાનજીભાઈ, વગેરેની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા એક ઈસમ ઝડપાઈ ગયો હતો જ્યારે અન્ય ઈસમો ભાગી છૂટયા હતા ઝડપાયેલા તેમનું નામ પુછતાં પોતાનું નામ રાજુભાઈ સુખાભાઈ વસાવા રહે.આમનડેરા હોવાનું જણાવ્યું હતું. સ્થળ ઉપરથી પોલીસે એક ગાયનું માથું ચાર પગ ચામડું ગૌમાંસ ગાય કાપવાના છરા કુહાડી વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા ગાયની કતલ ઉસ્માન કરીમ પઠાણ રહે. આમનડેરા મસ્જિદ, બિલાલ ઐયુબ ગોંધી રહે આમનડેરા અને ગુણવંત સુખાભાઈ વસાવા રહે.આમનડેરા, દ્વારા કરવામાં આવી હતી તેમજ તેઓએ આ ગૌમાંસ આમનડેરા ગામના લતીફ હુસેન શેખ અને સઇદ કાલુ શેખ બંને રહે આમનડેરા એ વેચાણ આપ્યું હતું એવું જણાવતા પોલીસે બંને ઈસમના ઘરે જઈ તપાસ કરતા તેઓના ઘરના ફ્રીજમાંથી બે-બે કિલો ગૌમાંસ મળી આવ્યું હતું.
આ ઇસમો ઉપર મુજબના ગાયની કતલ કરનારા આરોપી પાસેથી રૂપિયા 600 નું ગૌમાંસ ખાવા માટે ખરીદ કર્યું હોવાની કબૂલાત કરતાં બંનેની ધરપકડ કરી હતી. પ્રથમ ઝડપાયેલા આરોપી રાજુ વસાવાની વધુ પૂછપરછમાં તેણે જણાવ્યું કે અમારા ફળિયામાં રહેતો મહેશ અમરસિંગ વસાવાને ત્યાં કતલ કરવા માટે બીજી ગાયો લાવવામાં આવી છે જેને આધારે મહેશના ઘરે તપાસ કરતા ઘરના વાડામાંથી કતલ કરવા માટે લાવવામાં આવેલ એક વાછરડો મળી આવ્યો હતો અને મહેશ જણાવ્યું કે ઉસ્માન કરીમ પઠાણ આ વાછરડો કતલ કરવા માટે લાવ્યો હતો. વધુમાં તેણે જણાવ્યું કે આ પ્રમાણે અવારનવાર ઉસ્માન ગાય લાવી અમારા ઘરે રાખે છે અને ગાયોની કતલ કરે છે. પોલીસે મહેશ અમરસિંગ વસાવાની પણ અટકાયત કરી હતી. આ ગુનામાં પોલીસે કુલ 180 કિલો ગૌમાંસ કિંમત રૂપિયા 18000 એક વાછરડો કિંમત રૂપિયા 5,000 વજન કાટો કતલ કરવાના છરા, કુહાડી સહિત કુલ ₹ 25400 નો મુદ્દામાલ કબજે લીધો છે, ચાર આરોપીની ધરપકડ કરી છે જ્યારે આ ગુનાના મુખ્ય આરોપી ઉસ્માન કરીમ પઠાણ, બિલાલ ઐયુબ ગોંધી તમામ રહે આમનડેરા ગામને વોન્ટેડ જાહેર કરી પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ