મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત જી એસ પી આર એફ ફાઉન્ડેશન સંચાલિત એચ એચ એમ સી એડયુ કેમ્પસ પાલેજ પાસે માકન ખાતે એચ.એચ એફ.એમ.સી. પબ્લિક સ્કૂલની પ્રી કમેન્સમેન્ટ મિટ ‘આરંભ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંગ્રેજી વિષય પર રિસર્ચ કરતા રિસર્ચ સ્કોલર ઈમ્તીયાઝભાઈ ઘાંચી દ્વારા મોટામિયાં માંગરોલની ગાદીનો સંક્ષિપ્ત પરિચય તથા કેમ્પસના વિઝન અને મિશન તથા શિક્ષણ થકી સેવાના અભિગમ વિશે વક્તવ્ય આપવામાં આવેલ હતું. ત્યાર બાદ ઈ-ડેક પબ્લિકેશનના પેડોગોજી નિષ્ણાંત શિતલબેન દ્વારા કલાસરૂમ ઇન્સ્ટ્રક્શન અને ઇનોવેટિવ મેથોડોલોજી અને પેડાગોજી સંદર્ભે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રાજુ કરવામાં આવ્યું હતું. વિશાળ અનુભવ ધરાવતા શિક્ષણવિદ તેમજ અમેરિકાની વિશ્વ વિખ્યાત હાવર્ડ યુનિવર્સિટિમાંથી અભ્યાસ કરનાર શાળાના નવનિયુક્ત આચાર્ય અનિતાબેન દલાલ દ્વારા બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે શાળા દ્વારા આયોજન કરવામાં આવેલ પ્રવૃતિઓ અને પ્રવિધિઓનો ચિતાર આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કેમ્પસ ખાતે CBSE બોર્ડના અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પુરું પાડવામાં આવશે. આ ઉપરાંત આગામી સમય દરમિયાન ગુણવત્તાસભર શિક્ષણ સહિત અન્ય અનેક આયોજનો હાથ ધરવામાં આવશે. અંતે સમીરાબેન પટેલ દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, મેનેજમેન્ટ ટીમ, શિક્ષક ગણ તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ