Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકલ ગામના બજેટ ફળિયાની ક્રિકેટ ટીમનો વિજય થતા વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર અર્પણ કરાયા હતા.

વાંકલ પ્રીમિયમ લિગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જીતુભાઈ વસાવા પ્રોફેશનલ કૂરિયર, ભાર્ગવ મોદી મુબારક પટેલ અંકુરભાઇ ચણાવાળા વગેરે યુવાનોના દ્વારા સંયુક્ત રીતે ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ફાઇનલ મેચ વાંકલ ગામ બજેટ ફળિયાની અને બોમ્બે ફળિયાની ક્રિકેટ ટીમો વચ્ચે યોજાઇ હતી જેમાં ભારે રસાકસીના અંતે માત્ર ચાર રનની બજેટ ફળિયાની ક્રિકેટ ટીમનો વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ રાજવીરભાઈ અને મેન ઓફ ધ સીરીઝ આકાશ વસાવાની જાહેર કરાયા હતા. વાંકલ ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ વસાવા, પૂર્વ સભ્ય વિજયભાઈ વસાવા વગેરેના હસ્તે વિજેતા ટીમને રૂપિયા બે હજારનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરાયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડભોઈની વણાદરા વિનય મંદીર હાઇસ્કુલમાં આત્મનિર્ભર ભારત અભિયાનની યુવાનોને અપાઈ માહિતી.

ProudOfGujarat

અંકલેશ્વર : જી. આઈ. ડી. સી. સ્થિત ઝાયડસ કંપની પાસેની કાંસનાં કેમિકલયુક્ત પાણીમાં પશુઓ આરામ કરતા ચડયા નજરે.

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે જમવા બાબતે ઝગડો થતા પિતાની ઈંટ મારી પુત્રએ હત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!