માંગરોળ તાલુકાના આસરમા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમલી બાતમીને આધારે ₹.૪૭,૪૨૦ ના ઇંગ્લિશ દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડયો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ઝાલાને બાતમી મળી હતી કે આસરમા ગામ એક શખ્સ પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો વેપાર કરે છે અને દારૂ તેણે પોતાના ઘરમાં સંતાડ્યો છે જેથી ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા ઘરમાં ખાડો ખોદી જમીનમાં દાટવામાં આવેલ પીપમાંથી કુલ ૪૩૪ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી એક આરોપી મેહુલ ઉર્ફે ભલો અરવિંદ વસાવાની ધરપકડ કરી હતી. એક બાઈક અને દારૂના વેચાણના રોકડા રૂપિયા ૨૪૫૦ એક મોબાઇલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ સહિત મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો મારા બનેવી ગોમાનભાઈ ઉર્ફે બાબુભાઈ દેવાભાઈ વસાવા રહે.દીણોદ ગામ તાલુકો માંગરોળના છે અને તેઓ મને દારૂ વેચાણ કરવા માટે જથ્થો પૂરો પાડે છે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે માંગરોળ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ