માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ શાખાઓના કર્મચારી તેમજ સહ કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે બ્લેક ડે ઉજવી વિરોધ પ્રદર્શિત કરી દેખાવો કરવામાં આવ્યા હતા.
વર્ષ-૨૦૦૪ તા.૧ એપ્રિલના રોજ સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી જેના કારણે ૨૦૦૪ પછીની સરકારી નોકરીઓ માટે થયેલી ભરતીઓમાં રિટાયરમેન્ટ પછી મળવાપાત્ર લાભ ન મળતા હોવાના કારણે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે એવી માંગ સાથે સરકારી કર્મચારીઓ દ્વારા ‘બ્લેક ડે’ ઉજવીને વિરોધ કરવામાં આવ્યો. આ પ્રમાણેનો વિરોધ દરેક તાલુકાઓમાં કરવામાં આવી રહ્યો છે જેને પગલે માંગરોળ તાલુકા પંચાયત કચેરી પાસે આસિસ્ટન્ટ TDO જીગરભાઈ પ્રજાપતિ, ખેતી વિસ્તરણ અધિકારી મુકેશભાઈ રાઠોડ વિસ્તરણ અધિકારી સંજયભાઈ બારીયા, ગ્રામ સેવકો સિનિયર ક્લાર્ક પટાવાળા તેમજ વિવિધ શાખાઓ જેવી કે ખેતીવાડી, આંકડાકીય શાખા, નરેગા, મનરેગા વગેરે શાખાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે સરકાર સત્વરે નવી પેન્શન યોજના રદ કરી કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરે તેવી માંગ કરવામાં આવી છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ