ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ ૧ લી એપ્રિલના દિવસે સવારે 10:00 કલાકે યોજાનાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માટે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે.
જવાહર નવોદય વિદ્યાલય માલધાના આચાર્ય ડી આર પાટીલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ સંદર્ભમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે હું પાસ થઈશ કે કેમ મને કેટલા માર્કસ મળશે જેવા મુદ્દે તણાવની સ્થિતિ અનુભવે છે. ખાસ ધોરણ-10 અને 12 ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ખૂબ જ ટેન્શનમાં હોય છે અને કેટલીક વાર ટેન્શનમાં ખોટું પગલું ભરી લેતા હોય છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પરીક્ષામાં સુધારો કરવા અને તેમની રૂચિ અનુસાર તેમના લક્ષ્ય નક્કી કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ અમલમાં મૂકી એક નવી પહેલ કરી છે એ માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ સમગ્ર માટે પ્રેરણારૂપ છે આ કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત બન્યા છે ત્યારે ફરી તારીખ ૧ લી એપ્રિલના રોજ સવારે 10:00 કલાકે દિલ્હી ખાતે તેઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજી રહ્યા છે જેનું સીધું જીવંત પ્રસારણ દૂરદર્શન ન્યુઝ ચેનલ પર પ્રસારિત થનાર છે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ વાલીઓ ચોક્કસપણે નિહાળવા જોઈએ.
વિનોદ મૈસુરિયા : વાંકલ