ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ક્રમશ આંદોલન શરૂ કરવાની યોજના બનાવવામાં આવેલ છે.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક શિક્ષક સંઘના પ્રમુખ, (ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી પ્રમુખ )દિગ્વિજય સિંહ જાડેજા દ્વારા આદેશ કરાયો છે જેના ભાગરૂપે 1 એપ્રિલ 2022 ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો માટે એક કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. કાળી પટ્ટી ઘારણ કરવી, તમામ શિક્ષકો પોતાની શાળામાં 15 મિનિટ પહેલાં પહોંચશે અને શૈક્ષણિક કામ શરૂ કરતાં પહેલાં શાળા પરિસરમા સામુહિક રીતે એકત્ર થઇ 2 મિનિટ મૌન કર્યા બાદ બેનર હાથમાં લઇ સૂત્રોચ્ચાર કરવાના રહેશે. (જૂની પેન્શન યોજના શરૂ કરવા માટેના તથા સંગઠનને લગતાં જ સુત્રોચાર કરવા), દરેક શિક્ષકે 1 એપ્રિલ 2022 ના રોજ નિયત સમય કરતાં 15 મિનિટ વધારે શાળામાં હાજર રહી કામગીરી કરવા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતીશ ભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે. ઉપરોક્ત આદેશનો અમલ કરવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી એ અખબારી યાદીમા જણાવેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ