માંગરોળ તાલુકાના વાંકલ ગામની શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થયો.
સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પરીક્ષા કેન્દ્રો પર કરી દેવામાં આવી છે. SSC ના ૨૮૮, HSC સામાન્ય પ્રવાહના ૧૩૬ અને વિજ્ઞાનપ્રવાહના ૬૦ એમ કુલ ૪૮૪ જેટલી બિલ્ડીંગો પર આજે પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે SSC ના ૮૯,૪૭૫ વિદ્યાર્થીઓ, HSC સામાન્ય પ્રવાહના ૪૪,૩૪૫ અને વિજ્ઞાન પ્રવાહના ૧૩,૩૨૦ એમ કુલ ૧,૪૭,૧૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ સજ્જ છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને જરૂરી તમામ સગવડો ઉપલબ્ધ થાય એ હેતુથી પરીક્ષાખંડમાં જ પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરાશે તેમજ પરીક્ષા કેન્દ્રમાં સેનેટાઈઝર અને માસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય એ માટે દરેક પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા ઉપરાંત સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં સુરક્ષા અને નિગરાની સ્ટાફની નિમણુક કરાઇ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ