Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ કોસંબા માર્ગ પર કનવાડા ગામ પાસે ભેંસ સાથે ભટકાયેલા બાઈક ચાલકનું મોત.

Share

માંગરોળ કોસંબા રાજ્ય ધોરીમાર્ગ પર કનવાડા ગામના પાટિયા પાસે ભેંસ સાથે ભટકાયેલા બાઈક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું.

માંગરોળ તાલુકાના વડ ગામ ના મૂળ વતની અને હાલ કોસંબાની ગાયત્રી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને એક કંપનીમાં નોકરી કરતા કનુભાઈ હિંમલાભાઈ ચૌધરી ઉ.વ.45 પોતાના વતન વડ ગામ બાઈક પર કોસંબા જવા નીકળ્યા હતા ત્યારે કનવાડા ગામના પાટિયા નજીક અચાનક એક ભેંસ મુખ્ય માર્ગો પર દોડી આવતા બાઈક ચાલક ભેંસ સાથે ભટકાયા હતા. બાઈક ચાલક કનુભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા માંગરોળ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત સંદર્ભમાં મરણ જનારના પુત્ર તેજસભાઈ કનુભાઈ ચૌધરી દ્વારા માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર કારમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

જંબુસર તાલુકાના મગણાદ ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે ગરીબ તથા મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયા

ProudOfGujarat

ધોનીની લાડલી મેદાનમાં કપને લઇને ભેટી પડી: રીવાબાનો જોવા મળો અલગ અંદાજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!