માંગરોળ તાલુકાના આસરમા ગામે 108 દિવસ નર્મદા પરિક્રમા કરી પરત વતન આવેલા પદયાત્રીઓનું ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી સ્વાગત કર્યું હતું. મનુષ્ય જીવનમાં નર્મદા પરિક્રમાનું અનેરૂ મહત્વ છે, નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા સૌ કોઈને થતી હોય પરંતુ નર્મદા પરિક્રમા કરવું કઠિન છે છતાં મનના સંકલ્પથી માંગરોળ તાલુકાના ગામના કિશોરસિંહ પ્રભાતસિંહ સોલંકી અને ગણપતસિંહ ગંભીરસિંહ જાદવ નર્મદા પરિક્રમા કરવા અન્ય સહયોગીઓ સાથે નીકળ્યા હતા. સતત 108 દિવસ નર્મદા મૈયાની તેઓએ પરિક્રમા કરી હતી અને તેઓ પરત પોતાના વતનમા આસરમા ગામે આવી પહોંચતા કળશ ધારી કન્યાઓ અને ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી પદયાત્રીઓ કિશોરસિંહ સોલંકી અને ગણપતસિંહ જાદવનુ સ્વાગત કર્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement