Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાંદોલા દુધ ઉત્પાદક મંડળીએ ગામનાં તમામ પરિવારોને પાંચ લિટર તેલની કીટ વિતરણ કરી.

Share

માંગરોળ તાલુકાના નાંદોલા ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા નાંદોલા ગામના તમામ પરિવારોને વિના મૂલ્યે પાંચ લિટર તેલની કીટનું વિતરણ કરી મહામારીના સમયે પરિવારોને મદદરૂપ બનવાનું ઉમદા કાર્ય કર્યું હતું. નાંદોલા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ચંપકભાઇ ચૌધરી, સરપંચ દિલિપભાઇ ચૌધરી તેમજ મંડળીના કમિટિ સભ્યો દ્વારા ગામમાં વસવાટ કરતાં ખેડૂત-ખેતમજુર પશુપાલકો સહિત તમામ પરિવારોને પાંચ લિટર તેલની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની મહામારીના કારણે ખાસ ગ્રામ્ય વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની છે. આવા સમયમાં સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા નાંદોલા ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ અને કમીટી સભ્યોએ સમગ્ર નાંદોલા ગામના દરેક આદિવાસી પરિવારોને મદદરૂપ બનવા નિર્ણય કરી દરેક ઘરે પાંચ લિટર તેલની કીટ અર્પણ કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં જસાપુરા ચોકડી પાસે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

પંચમહાલના ઘોંઘબા તાલુકા ના ઉચાબેડા ગામે એક બોલેરો પીકઅપ ગાડી માંથી પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે ,એક ઇસમની અટકાયત કરી :

ProudOfGujarat

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબલ ટેકનોલોજી આધરિત પ્રોગ્રામનુ અનાવરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!