માંગરોળ તાલુકાની મોસાલી ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમમંત્રી એ સરપંચના મેળાપીપણામાં ખોટા બિલો મૂકી વહીવટમાં ભારે ગોબાચારી આંચરી રૂપિયા 7,43,484 ની ઉચાપત કરી મોસાલી ગ્રામ પંચાયત અને સરકારને નુકસાન પહોંચાડતા જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી કમમંત્રીને કસૂરવાર ઠેરવી ત્રણ માસ માટે સસ્પેન્ડ કરી તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો છે.
વર્ષ 2019 થી 21 દરમ્યાન મોસાલી ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ ડી વાઘેલા દ્વારા સરકારના નીતિ-નિયમોને નેવે મૂકી મનસ્વી વહીવટ કરી નાણાકીય ઉચાપત કરવામાં આવી છે હાલ તેઓ આસારમા ગ્રામ પંચાયતના તલાટી તરીકે ફરજ બજાવે છે. તેમના વિરુદ્ધ મોસાલી ગામના તત્કાલીન ઉપસરપંચ અસ્લમભાઈ માંજરા દ્વારા મોસાલી ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના આદેશ થી ગ્રામ પંચાયતમાં તપાસ શરુ કરવામાં આવતા તલાટી ક્રમ મંત્રી દ્વારા ફરજ દરમિયાન કરેલ વહીવટમાં ભોપાળા બહાર આવ્યા હતા. જેમાં ગ્રામ પંચાયતની જેટલી આવક થતી હતી તેની સામે ખોટા બિલો મૂકી ખર્ચ બતાવી દેવામાં આવતો હતો અને વેરા વસૂલાત જેવી ગ્રામ પંચાયતની આવક બેંકમાં જમા કરાવવાના બદલે ગેરવલ્લે કરવામાં આવી હતી. ફરજ દરમિયાન વાઉચર રોજમેળ ખાતે તેમજ દહાડીયા પત્રકો કોઈ પણ જાતની વિગત જણાવેલ નથી મહત્તમ નાણાં સફાઈ કામના ખર્ચ પેટે ઉધારેલ છે. જેમાં કોઈપણ જાતની વિગતો જણાવેલ નથી અને તમામ વાઉચરની રકમ સહી વગર જ વાઉચર ફાઈલ કરેલ છે. કૈલાશ અર્થ મૂવર્સ નામના ૬૩ જેટલા બીલો મુકવામાં આવ્યા છે સાફ-સફાઈના ખર્ચ પેટે આ બીલો મુકાયા છે જેમાં ₹ 3,36,800 નું ચુકવણું કરવામાં આવ્યું છે કૈલાશ અર્થ મૂવર્સનુ કોઈ નામ નિશાન છે નથી તેમજ પરમાર સ્ટેશનરી ઝેરોક્ષના વાઉચર જે રોજમેળ ઉધારેલ છે જે વાઉચર રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નથી પણ રકમ 45,280 વાઉચર મુકેલ છે જે વાઉચર ફાઈલમાં નથી રણછોડભાઈ વી વસાવા નામના કુલ ૨૧ બિલોની રકમ 89,300 રોકડેથી ચુકવણું થયું છે રસ્તા રીપેર ગટર સાફ સફાઈ કર્યાનું બતાવમાં આવ્યું છે. બેરર ચેક લખીને રોકડેથી ઉપાડી તે ફક્ત રોકડેથી જ સમગ્ર વહીવટ કરેલ છે ચેકથી પેમેન્ટ થયું નથી થયેલ કામો પેટે ચૂકવાયેલી બિલોમાં જે તે વ્યક્તિની પાસેથી કોઈ પણ ટીડીએસ જીએસટી કપાત કરેલ નથી જે દિવસે ગ્રાન્ટની આવક થાય તે જ દિવસે તેનું ચુકવણું કોઈપણ જાતના ઠરાવ વગર કરી દેવામાં આવેલ છે. પેટા કોન્ટ્રાક્ટને કામ સોંપવામાં કોઈપણ ઠરાવ વગર સીધું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. અર્બન ગટર યોજના હેઠળ ભૂગર્ભ ગટર લાઈન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે જે ગટરલાઈન જગ્યા ઉલ્લેખ નથી તેવા બીલો ગટર લાઇન રીપેરીંગ ખાતે ઉધારવામાં આવ્યા છે શૈલેષભાઈ સિંઘવીને કુલ રૂપિયા 99,000 ની ગટર સાફ-સફાઈનું ચુકવણું થયેલ છે. બિલમાં એક ફૂટ ગટર લાઈન સાફ કરવાના રૂપિયા 5,000 દર્શાવવામાં આવ્યા છે સામાન્ય સભા ફક્ત છ મેળવેલ છે વર્ષ 2020 નો વાર્ષિક હિસાબ સામાન્ય સભામાં મંજૂર થયેલ નથી. તારીખ 29/7/19 થી ₹.8000 અને તારીખ 27/11/2019 રૂપિયા 10,000 નું વાઉચર રોજમેળ પર સરપંચ લલીબેન ગંભીરભાઈ વસાવા નામનો બેરર ચેક લખી ઉપાડેલ છે અને વાઉચર લલીબેન વસાવાના નામે બનાવેલ છે. આ સમગ્ર વહીવટ સરપંચ અને તલાટી કમમંત્રીના મેળાપીપણામાં ફક્ત ઊંચા પદના હેતુથી થયો હોવાનું પુરવાર થાય છે. સમગ્ર કાર્યકાળ દરમિયાન એક પણ સામાન્ય સભામાં આવક-જાવકના હિસાબોનું કોઇપણ જાતનુ વાંચન થયેલ નથી ફક્ત ઠરાવ લખીને સાબિત કરવાનો પ્રયત્ન થયો હોવાનું જણાઇ આવ્યું હતું. તલાટી કમમંત્રી તરીકે ફરજમાં ગંભીર બેદરકારી દાખવી રૂપિયા 7,43,484 ની નાણાકીય ઉચાપત કરતા ગુજરાત પંચાયત સેવાના નિયમો 1997 ના નિયમ 3 સંપૂર્ણ ભંગ તેઓએ કરેલ હોય જેથી તત્કાલીન તલાટી કમમંત્રી વિક્રમસિંહ ડી વાઘેલાને ૯૦ દિવસ માટે ફરજ મોકૂફ કરી મહુવા તાલુકા પંચાયત ખાતે મુકવામાં આવેલ છે.
મોસાલી ગ્રામ પંચાયતમા સરપંચ અને તલાટી કમમંત્રીની મિલીભગતમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો જેના કારણે હું ઉપસરપંચ હોવા છતાં લોકોના કામ કરી શકતો ન હતો મોસાલી ગામ એક મોટું ગામ છે અને વ્યવસાયવેરો મહેસુલ સહિતની સારી એવી આવક ગ્રામ પંચાયતમાં થતી હતી પરંતુ આવકની સામે ભ્રષ્ટાચાર આચરી આ નાણાંની ખાઈકી કરવામાં આવતી હતી જેથી લોકોને ગ્રામ પંચાયત દ્વારા જે સુવિધાઓ મળવી જોઈએ એ મળતી ન હતી આ બાબતે મેં અધિકારીઓને લેખિત રજૂઆત કરી અને મારી ફરિયાદ સાંભળી માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રસિંહ પઢીયાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ ન્યાયના હિતમાં જે પગલું ભરી ન્યાયિક તપાસ કરાવી છે તે બદલ હું અધિકારીઓનો આભાર માનું છું ભ્રષ્ટાચારીઓને દાખલારૂપ સજા થાય તેવી અપેક્ષા તંત્ર પાસે રાખું છું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ