Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં ઝંખવાવ વાંકલ રોડ પર બુલેટ અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

સુરતના માંગરોળ તાલુકામાં ઝંખવાવ વાંકલ રોડ પર બુલેટ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા ઝંખવાવના વતની તલાટી કમમંત્રીને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ રોડ પર બુલેટ અને એકટીવા એકટીવા ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધામડોદ ગામે ઝંખવાવના તલાટી કમમંત્રી જીગ્નેશભાઈ વસાવા પોતાની ફરજ પર જતા હોય તે સમયે સેલાંરપુર અને કંટવાવ નજીક સામેથી પુરપાટ ઝડપે બુલેટ ચાલક આવતા એકટીવા અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં તલાટી-કમ-મંત્રી જીગ્નેશભાઈને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેઓને સારવાર અર્થે બારડોલી ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, મુસ્તાક મુલતાની તેમજ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વાંકલ રેન્જ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્મ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ માં મેઘરાજાની તોફાની બેટીંગ-વાતવરણ માં ઠંડક પ્રસરી-વીજળી ના કડાકા થી વાદળો ગુંજી ઉઠ્યા…….

ProudOfGujarat

કડકડતી ઠંડીમાં તસ્કરોનો ગરમ તરખાટ. હજી, કેટલાં ATMને નિશાન બનાવશે…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!