ઝંખવાવ પ્રાથમિક શાળામાં ૨૧ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલ દ્ધારા લાઇવ કાર્યક્રમ નિહાળ્યો. આ પ્રસંગે વન વિભાગના આર.એફ.ઓ નિતિનભાઈ વરમોરા, હિતેશભાઈ માળી, નલિનીબેન વસાવા તેમજ ફોરેસ્ટ સ્ટાફ, શાળાના આચાર્ય પરમાર સાહેબ, શાળાનો સ્ટાફ તથા ધવલભાઈ સુરતી, કાર્યકર મુસ્તાકભાઈ પીંજારા હાજર રહ્યાં હતાં. પ્રસંગે આર.એફ.ઓ વારમોરા સાહેબ દ્વારા તમામ વિદ્યાર્થીઓને વન અને વૃક્ષોનું મહત્ત્વ સમજાવી વિદ્યાર્થીઓના જન્મદિન નિમિત્તે એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞા લેવડાવી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement