ઝંખવાવ ગામમાં આવેલ ફાટક નજીકથી કચરાના ઢગલામાં સાપ દેખાતા ગામના જાગૃત નાગરિક મુસ્તાક મુલતાની એ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની તાત્કાલિક આવી પહોંચી હતી.
વન વિભાગ તરફથી જાણકારી મુજબ રસેલ વાઇપર અંત્યંત ઝેરી સાપ છે. રસેલ વાઇપર વિશ્વનો છઠ્ઠો નંબર અને ભારતનો બીજા નંબરનો અંત્યંત ઝેરી સાપ માનવામાં આવે છે. વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુ ટીમમાં હિતેશ માળી, જયંતિ બારીયા, સોહીલ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement