માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામની પ્રાથમિક શાળાના હિંદુ-મુસ્લિમ બાળકોએ હોળી ધુળેટીના પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. હિન્દુઓનો મોટો તહેવાર હોળી અને ધૂળેટી ઠેરઠેર ઉજવણી થઇ છે. ઝાખરડા ગામના મુસ્લિમ સમાજના બાળકોએ હિન્દુ બાળકોને કલર લગાવી પ્રેમ પૂર્વક ઉજવણી કરી હતી સાથે હિન્દુ બાળકોએ મુસ્લિમ બાળકોને ધાણી, ખજૂર, ચણા પોતાના હાથથી પ્રેમપૂર્વક ખવડાવી હોળી પર્વની ઉજવણી કરી હતી.
મુસ્લિમ સમાજના ઈદના તહેવારમાં મુસ્લિમ બાળકો પોતાના હિન્દુ મિત્રોને પોતાના ઘરે લઇ જઈને મોઢું મીઠું કરાવે છે. ઝાખરડા ગામની પ્રાથમિક શાળા કોમી એકતા પ્રેમ ભાઈચારાનુ પ્રતિક બની રહી છે. શાળામાં બાળકોના નામ પણ એપ્પલ મેંગો જેવા વિવિધ નામ રાખેલ છે.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ