Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ પાડી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી લીધા.

Share

તાલુકા મથકના માંગરોળ ગામે વરલી મટકાના અંકો ઉપર જુગાર રમતા 9 ઇસમોને સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડયા હતા.

માંગરોળ ગામના બસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં સુહેલ અબ્દુલ મકરાણી નામનો ઇસમ આંક લખનાર માણસ રોકી વરલી મટકા આંક ફરકનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સ ટીમે મળી હતી જેને આધારે રેડ કરતા સ્થળ ઉપરથી સુહેલ અબ્દુલ મકરાણી રહે. માંગરોળ ઝડપાઈ ગયો હતો જ્યારે અન્ય ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા જેમાં રાહુલ પ્રહલાદ વસાવા રહે. માંગરોળ, યુનિસ મુસા બોબાત રહે. માંગરોળ, અક્રમ અબ્દુલ મકરાણી રહે. માંગરોળ વેચાણ ચુનિયા વસાવા રહે. કોસાડી, મુળજી વેચાણ વસાવા કોસાડી, ચેતન છત્રસિંગ વસાવા રહે. વાલીયા, હીરા સૂખા વસાવા રહે.હરસણી, નગીન બુધિયા વસાવા રહે. નાની પારડી, સહિત નવ ઈસમોને ઝડપી લીધા હતા તેઓની અંગજડતી લેતા રૂ. 120110 રોકડા, નંગ 7 મોબાઈલ રૂ. 17000 બે વાહન 50,000 મળી કુલ રૂ.79,010 નો મુદ્દામાલ તેમજ જુગારનું સાહિત્ય કબજે લીધુ હતું. ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના શૈલેષકુમાર બચુભાઈ દ્વારા આરોપીઓ વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ : મોરવા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે.

ProudOfGujarat

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!