Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલના ઈરફાનભાઈ મકરાણીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ.

Share

ગુજરાતવિધાન સભા વિરોધપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, માજી સાંસદ ડૉ. તુષારભાઈ ચૌધરી, સુરત જિલ્લાનાં પ્રભારી યુનુશભાઇ પટેલ એ અભિનંદન પાઠવ્યા.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ ઓ.બી.સી. વિભાગના ચેરમેન તામ્રધ્વજ સાહુજીની સુચના મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓ બી સી ડિપાર્ટમેન્ટ ચેરમેન ઘનસ્યામ ગઢવી દ્વારા સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના મોટામિયા માંગરોલ ગામના વતની ઈરફાનભાઇ અબ્દુલ સમદ મકરાણીની ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓની આ નિમણુક થતા ગુજરાતવિધાન સભા વિરોધપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, માજી સાંસદ ડૉ તુષારભાઈ ચૌધરી, સુરત જિલ્લાનાં પ્રભારી યુનુશભાઇ પટેલ, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, માંગરોળ અને ઉમરપાડા કોંગ્રેસ સમિતિના આગેવાનો, માંગરોળના માજી સરપંચ અબ્દુલ વાહિદ મકરાણી એ ઈરફાનભાઈની આ નિમણૂકને વધાવી અભિનંદન પાઠવેલ હતા. ઈરફાનભાઈની આ નિમણુક થતા તેઓના ગામ મોટામિયા માંગરોલ, તાલુકામા તેમજ આજુબાજુમા ખુશીની લેહેર વ્યાપી ગઈ હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

લીંબડીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં પાટણ જિલ્લામાંથી 66 સંઘો નોંધાયા, અનેક સંઘોની તૈયારી શરૂ

ProudOfGujarat

કોંગ્રેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલા પાછળ પોલીસ કેમ પીછો કરે છે …?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!