માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા વર્કર બહેનોને રીફ્રેશર તાલીમ અપાઈ હતી. માંગરોળ હેલ્થ કચેરી ખાતે આશા વર્કર બેનોની પાંચ દિવસની રિફ્રેસર તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકાની આશા વર્કર બેનોને મોડ્યુલ 5 અને 6 ની તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર તાલીમ તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચોધરી દ્વારા આપવામાં આવી હતી. તાલીમનું આયોજન એફ એસ એચ. વનિતાબેન પરમાર તેમજ જીજ્ઞેશ ગામીત દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું. તાલુકામાં કુલ 176 જેટલી આશા વર્કરો છે જેમાં આજે ૩૦ જેટલી આશા વર્કર બહેનોના પ્રથમ બેચ અને તાલીમ આપવામાં આવી હતી આ રીતે પાંચ દિવસ સુધી આશાવર્કર બહેનોને તાલીમ આપવામાં આવશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement