માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ અંબાજી મંદિર ખાતે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના સરકારી કર્મચારીઓની યોજાયેલી સભામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. સરકારીના આરોગ્ય મહેસુલ શિક્ષણ એસ.એમ.સી સહિત 27 કેડરના સરકારી કર્મચારીઓને નવી પેન્શન યોજનાથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
આ મુદ્દે કર્મચારીઓમાં જાગૃતિ આવે અને લડત વેગવંતી બને એ માટે ઉપરોક્ત સભાનું આયોજન વાંકલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ રાજપુત, મયુર સોલંકી, તેમજ વાંકલ કોલેજના પ્રાધ્યાપક મેઘનાબેન અધ્વર્યુ, ઈકબાલ શેખ તેમજ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, ચિરાગ પટેલ પ્રશાંત પંડ્યા ઉમેશભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવી પેન્શન યોજનાથી થયેલા નુકસાનની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ સંદર્ભમાં ગાંધી આશ્રમથી દાંડી સુધીની જાગૃતિ યાત્રા પણ યોજવામાં આવી છે જેમાં જોડાવા માટે સરકારી કર્મચારીઓને અપીલ કરવામાં આવી છે.
માંગરોળ ઉમરપાડાના સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની કરી માંગ.
Advertisement