માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં મધ્યપ્રદેશના મજુરો ઈંટના ભથ્થા ઉપર સીઝન દરમિયાન કામ કરવા આવે છે. પરંતુ ઈંટોના ભથ્થા માલિકો દ્વારા માનવતા ધોરણે કામકાજ બંધ હોવા છતાં મદદ કરવામાં આવતી હતી, પરંતુ હવે ફરી તા.3મે સુઘી લોકડાઉન લંબાતા ઇંટના ભથ્થા માલીકો માટે મદદ કરવાનું મુશ્કેલ બની રહ્યું હતું. તેથી મજૂરો ઘરે જવા કાકલુદી કરી રહ્યા છે તો કેટલાક મજૂરો છાનામાના વતન ચાલ્યા જવા આજીજી કરી રહ્યા છે. માંગરોળના ઈંટના ભથ્થા પર કામ કરતાં 35 જેટલાં મજૂરોને વઘારેલી ખીચડી અને છાશનું ભોજન સાંઈ યુવક મંડળ તરફથી આપવામાં આવ્યું હતું.
Advertisement