Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ G.I.P.C.L. એકેડમીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L એકેડમીમાં નારી સશક્તિકરણના મહત્વને ફરી એક વખત બિરદાવી આવતી કાલના અસ્તિત્વ માટે જાતિ સમાનતાના થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં 8 માર્ચ 2022ના રોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી શાળાનાં આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મહિલા શિક્ષિકાઓની ઉપલક્ષમાં કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં કરવામાં આવે છે તથા શિક્ષિકા બહેનોને પ્રિતી ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવે છે.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભરૂચ ખાતે ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ ફેમિદાબેન મોહંમદ હનીફ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આચાર્ય વૈભવ અગ્રવાલ દ્વારા સ્વાગત સંબોધનમાં મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જી.આઇ.પી.સી.એલના એમ.ડી. મેડમ વત્સલા વાસુદેવા માટે આચાર્યએ તેમનાં ઉદબોધનમાં શાળાને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે સમર્થન અને માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો. આધ્યાત્મિકતા દ્વારા તાલીમ આપવાનો મેડમનો ઉત્સાહ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ માત્ર સંસ્થા માટે જ નહીં, પણ અમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન માટે પણ, અદ્ભુત છે તેમ કહીને બિરદાવ્યા હતા.

Advertisement

વર્ષ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો વિડિયો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ફેમિદાબેને તેમના જીવનના સંઘર્ષો વિશે જણાવ્યું અને મહિલાઓને બિરદાવીને ઇતિહાસની ઝાંખી કરાવી હતી. મહિલાઓની આધુનિક સફળતા વિશે જણાવ્યુ હતું અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

માંગરોળ તાલુકાના ઇશનપુર અને પાતલદેવી આશ્રમ ખાતે પણ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. માંગરોલના જજ ત્રિવેદી, કાનૂની સહાય જસવંત ભાઈ, પરેશભાઈ તેમજ આચાર્ય જશોદા બેન હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વરના અંદાડા ગામના કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની જાગૃતિ શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હપ્તા ખાઉ તત્વોનાં કારણે નશાનાં કારોબારીઓ બન્યા બેફામ, વિવિધ બુટલેગરોનાં વાયરલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યા.

ProudOfGujarat

સુરત : લસકાણા પ્રાથમિક શાળામા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી લિ. ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!