Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાની સફળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે ૧૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી.

Share

માંગરોળના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની સફળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે કદવાલી વડપાડા ચોખવાડા માર્ગના નવીનીકરણ માટે ૧૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. કદવાલી – ચોખવાડા – વડપાડા રોડ ૧૪.૮૮ કિ.મી. ને હાલ હયાત ૩.૭૫ મીટર નો છે આ રસ્તો લાંબા સમયથી બિસ્માર થયેલ હતો. જે રસ્તાને હાલ હયાત ૩.૭૫ મીટ૨માંથી પહોળો ક૨વા ઉ૫૨૫ાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, સંગઠન મહામંત્રી અર્જુનભાઈ વસાવા તથા અમીષભાઈ વસાવા તેમજ તાલુકા પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્યો તેમજ કાર્યકર્તાઓ અને પ્રજાજનો દ્વારા પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને રજુઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઇ તેમણે આ કામગીરીમાં અંગત રસ દાખવી માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત ક૨તા તેઓ દ્વારા કદવાલી – ચોખવાડા – વડપાડા રોડ ૧૪.૮૮ કિ.મી. નો હાલ હયાત ૩.૭૫ મીટર પહોળાઈમાંથી ૭.૦૦ મીટર પહોળો ક૨ી વાઈડનીંગ કામ માટે રૂા.૧૫.૦૦ કરોડ મંજુર કરેલ છે.

આ રસ્તો મંજુર થતા કદવાલી, ઉમ૨ગોટ, ચોખવાડા, બિલવાણ, હલદરી તથા વડપાડા ગામોના અંદાજે ૧૦ હજાર લોકોને રસ્તાનો લાભ થશે. આ રસ્તો રૂા.૧૫.૦૦ કરોડ ના ખર્ચે મંજુર કરાતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે તમામ ગામના આગેવાનોએ સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ માર્ગ અને મકાન મંત્રી પુણેશભાઇ મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચની ડુંગાજી સ્કૂલથી ચાર રસ્તાના આર.સી.સી. રોડનું કરાયું ખાતમુહૂર્ત….

ProudOfGujarat

ભરૂચના ઓમકાર નાથ હોલ ખાતે વિકાસ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!