Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ નાની નરોલી ગામે તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના મોગલાણી ફળિયામાં તીન પત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે રૂપિયા ૨૧,૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે ચાર ઈસમો ભાગી છુટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને બાતમી મળી હતી કે નાની નરોલી ગામના મોગલાણી વસાવા ફળિયામાં કેટલાક ઇસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસ કર્મચારીઓ અમૃતભાઈ ધનજીભાઈ, વિપુલભાઈ વિક્રમભાઈ, પ્રદીપભાઈ જશવંતભાઈ વગેરે ની ટીમે રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમી રહેલા ઉમર ફારૂક સબીર ભોરાત, રહે નાની નરોલી, શાદીક કરીમ પઠાણ, રહે ડુંગરી, ભગુભાઈ દિવાસીયાભાઈ વસાવા રહે નાની નરોલી, બાબુભાઈ ઠાકોરભાઈ વસાવા રહે નાની નરોલીને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય ચાર ઈસમો નટવરભાઈ મોહનભાઈ વસાવા, મનહરભાઈ વાંધલાભાઈ વસાવા, મોહમ્મદ રસીદ પટેલ, શીવાભાઈ શંકરભાઈ વસાવા તમામ રહે નાની નરોલીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સ્થળ ઉપરથી પોલીસે રૂપિયા ૨૧,૯૫૦ તેમજ જુગારના પાના સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે આરોપીને ઝડપી પાડયા.

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા – ફ્રી ઇન્ડિયાની થીમ સાથે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

રાજપીપલા : કેન્દ્ર સરકારે ગ્રામસભાઓને વિશિષ્ટ અધિકારો પ્રદાન કરવાના પરિપત્ર જાહેર કરતા ગ્રામસભાઓને મળશે અધિકારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!