ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, તેઓની ટીમ દ્વારા આજ રોજ જૂની પેન્શન યોજના શરૂ કરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવેલ છે કે સમગ્ર દેશમાં તા.૧-૪-૨૦૦૫ થી જુની પેન્શન યોજના બંધ કરી નવી પેન્શન યોજના અમલી બનાવેલ છે. જુની પેન્શન યોજના ચાલુ કરાવવા માટે અમારા અ.ભા.પ્રા.શિ.સંઘ-દિલ્હીના આદેશાનુસાર તાલુકા/જિલ્લા રાજ્ય અને દેશ લેવલે ધરણાં-આંદોલન કાર્યક્રમો કરવામાં આવેલ છે. અન્ય રાજયમાં ૧-૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલા અને ૨૦૦૫ પછી પૂરા પગારમાં આવેલાને જુની પેન્શન યોજના આપવામાં આવેલ છે જ્યારે ગુજરાત રાજ્યમાં તા.૧-૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલાને જુની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવેલ નથી જે રાજ્યના શિક્ષકોને ખૂબ અન્યાય થયેલ છે. રાજસ્થાન સરકાર જુની પેન્શન યોજના આપવાની જાહેરાત કરતી હોય તો ગુજરાત એ તો પ્રગતિશીલ રાજ્ય છે અને જ્યારે દેશના વડાપ્રધાન પદે ગુજરાત રાજ્યમાંથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના શિક્ષકો અને કર્મચારીઓની લાગણી અને માંગણી છે કે ગુજરાતમાં પણ રાજ્યના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે સત્વરે જાહેરાત કરવામાં આવે અમારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશાનુસાર જુની પેન્શન યોજના ચાલુ કરાવવા માટે દેશભરમાં તાલુકા જિલ્લા, રાજ્ય લેવલે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ના છૂટકે અ.ભા.પ્રા.શિ.સંઘના આદેશાનુસાર રાજ્ય લેવલે કાર્યક્રમો કરવા પડશે. પુનઃ આપ સાહેબને વિનંતી સહ અમારી રજૂઆત છે કે અન્ય રાજ્યોની માફક ગુજરાત રાજ્યમાં પણ જુની પેન્શન યોજના ચાલુ કરવાની સત્વરે જાહેરાત કરવામાં આવે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આ રજૂઆતને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરી એ આવકારેલ છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ